Local Heading

વાસણ ચોર ગેંગ ઝડપાઈ, 29 તપેલા-15 કથળોટ જપ્ત

વડોદરા – શહેરના વિવિધ મેરેજ હોલના રસોડામાંથી સ્ટિલના મોટા તપેલા અને વજનદાર કથળોટોની ચોરી કરતી વાસણ ચોર ગેંગને નવાપુરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે પકડાયેલી ગેંગના ત્રણ સદસ્યો પાસેથી 29 મોટા તપેલા, 15 કથળોટ, 1 ટેમ્પો, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રુપિયા 4,65,000નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરુ કરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, શહેરના જુદાજુદા મેરેજ હોલના રસોડામાંથી વજનદાર વાસણોની ચોરીની ઘટનાઓ ઉપરાછાપરી બની હતી. જેથી પોલીસે વાસણ ચોર ગેંગને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.

દરમિયાન નવાપુરા પોલીસે વાસણ ચોર ગેંગના ત્રણ સદસ્યોને આબાદ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસને 29 મોટા તપેલા, 15 વજનદાર કથળોટ સહિત 1 ટેમ્પો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રુપિયા 4,65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા શખ્સોમાં રવિન્દ્ર ઉર્ફે રવિ રાજપૂત, હિતેશ રાજપૂત અને દિપક શર્માનો સમાવેશ થાય છે. પોલીસે આ ગેંગ સાથે સંડોવાયેલા અન્ય શખ્સોની તલાશ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે, વાસણ ચોર ગેંગના સદસ્યો મેરેજ હોલમાં વેઈટર તરીકેનું કામ કરતા હતા અને પ્રસંગ દરમિયાન રસોડાના વાસણોની સ્થિતી જાણી લેતા હતા. ત્યારપછી રાત્રિ દરમિયાન તેઓ રસોડામાં ઘુસીને વજનદાર વાસણો મેરેજ હોલની બહાર સુધી લઈ આવતા હતા. જેને સિફતતાથી ટેમ્પામાં મુકીને ફરાર થઈ જતા હતા. પોલીસે આ ગેંગની વધુ પુછપરછ હાથ ધરી છે.

Related posts

माता-पिता के झगड़े में गाेद से गिरा सात दिन का मासूम बच्चा, हुई मौत

Local News Desk

पति बना हत्यारा, पत्नी को 15 बार चाकू घोंपने के बाद काट दी गर्दन

Local News Desk

બિલ્કીસ બાનુને રુપિયા 50 લાખની સહાય ચુકવવાનો સુપ્રિમનો આદેશ

Alkesh Vyas

નરેન્દ્ર મોદી સામે આચાર સંહિતા ભંગની કોંગ્રેસની ફરિયાદ, ચુંટણી પંચે મોદીને આપી ક્લીનચીટ

Alkesh Vyas

લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં અભૂતપુર્વ સરેરાશ 64 ટકા મતદાન

Alkesh Vyas

લોકશાહીના મહાયજ્ઞમાં સંતોની મતદાન દ્વારા આહુતિ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More