Local Heading

ન્યુઝિલેન્ડની મસ્જીદમાં જ્યારે ગોળીબાર થયો ત્યારે વડોદરાના પિતા-પુત્ર ત્યાં જ હતા – બંને લાપત્તા

વડોદરા – ન્યુઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચ સિટીમાં ગઈકાલે ગોળીબારની ઘટના બની હતી. જ્યારે આ ગોળીબાર થયો ત્યારે તે સ્થળે વડોદરાના પિતા-પુત્ર મૌજુદ હતા. જોકે, ગોળીબારની ઘટના બાદ બંનેનો સંપર્ક નહીં થતાં વડોદરા સ્થિત તેઓના પરિવારજનો ચિંતીત બન્યા છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, વડોદરાના આજવા રોડ ઉપર આવેલા ધનાની પાર્કમાં રહેતા મહોસીનભાઈ વોહરાએ જણાવ્યુ હતુ કે, તેમના ભાઈ આરીફ વોરાનો પુત્ર રમીઝ છેલ્લા આઠેક વર્ષથી ન્યુઝિલેન્ડમાં સ્થાયી થયો છે.

રમીઝ વોરા હાલમાં તેની પત્ની ખુશ્બુ સાથે ન્યુઝિલેન્ડમાં ક્રાઈસ્ટચર્ચ શહેરમાં વસવાટ કરે છે. એકાદ મહિના પહેલા આરીફભાઈ તેમના પુત્ર રમીઝને મળવા માટે પત્ની સાથે ન્યુઝિલેન્ડ ગયા હતા.

ગઈકાલે પિતા આરિફભાઈ તથા પુત્ર રમીઝ જુમ્માની નમાઝ પઢવા માટે ન્યુઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની એક મસ્જીદમાં ગયા હતા. જે દરમિયાન કોઈએ આડેધડ ફાયરિંગ શરુ કરી દીધુ હતુ. જેમાં લગભગ પચાસેક લોકોના મોત નીપજ્યાં હતા.

આ ઘટના બાદ ન્યુઝિલેન્ડ તથા વડોદરામાં રહેતા પરિવારે આરિફભાઈ તથા પુત્ર રમીઝને શોધવાના પ્રયાસો કર્યા હતા પરંતુ, તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અલબત્ત, તેઓનાં મોબાઈલ ફોન પણ લાગતા નથી.

આખરે, મૂળ વડોદરાના વોહરા પરિવારની મદદ કરવા માટે તેમના સમાજે કેન્દ્ર સરકારને અપીલ કરી છે.

Related posts

बसपा के पूर्व मंत्री से मांगी गयी 22 करोड़ की रंगदारी, बच्चे के अपहरण की दी धमकी

Sunil Kumar

નવસારી – પોલીસ લાઈનમાં ઘુસેલા દિપડાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

Alkesh Vyas

ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત

Alkesh Vyas

23મીએ યોજાનારી મત ગણતરી માટે સરકારી કર્મચારીઓની કાર્ય શિબીર યોજાઈ

Alkesh Vyas

पैसे नहीं दोगे तो तुम्हें परलोक भी नहीं जाने देंगे!

Sunil Kumar

વેકેશનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસમાં પાયો મજબૂત કરવા શિક્ષકોનું સમયદાન

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More