Local Heading

શટલ રિક્શામાં ચોરી કરતી ટોળકી ઝડપાઈ

વડોદરા – શટલ રિક્શામાં બેસીને સહ મુસાફરોનો સામાન, દાગીના તથા પાકિટની ચોરી કરતી ટોળકીને વડોદરા શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચે આબાદ ઝડપી પાડી છે. આ ભેજાબાજ ટોળકી ભરચક વિસ્તારોમાં શટલ રિક્શામાં બેસીને સહ મુસાફરોના ગજવા હળવા કરતી હતી.

પાછલા કેટલાક સમયથી શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફરતી શટલ રિક્શાઓમાં ચોરીની ઘટનાઓ ઉપરાછાપરી બનવા લાગી હતી. જેને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગઠિયા ટોળકીની તલાશ શરુ કરી હતી.

જે દરમિયાન ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે શહેરના ભીમનાથ બ્રીજ પાસેથી જગદીશ ઉર્ફે જગલો દંતાણી, કરણ ઉર્ફે કિરણસોલંકી, મુકેશ ઉર્ફે ચોથી સોલંકી અને હિતેશ ઉર્ફે હીતો ચુડાસમાને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે એક ઓટો રિક્શા, ચાર મોબાઈલ ફોન, બે કટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને આશા છે કે, આ ટોળકીની પુછપરછમાં રિક્શામાં ચોરીના અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે.

Related posts

चेक दे रहा था फर्जी, जेल हो गई असली

Jagdish Pokhariyal

કવાંટ – ઉમંગ અને ઉત્સાહ સાથે આદિવાસીઓએ ઉજવ્યો ગેરનો મેળો

Alkesh Vyas

છોટાઉદેપુરના લેહવાંટ ગામના આર્મી જવાનને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્યચક્ર એનાયત કરાયો

Alkesh Vyas

ચાપડ ગામે ચીકુના ખેતરમાં દારુની મહેફિલ માણતા 15 ખાનદાન નબીરા ઝડપાયા

Alkesh Vyas

शिक्षा के मंदिर में मनचलों का दुस्साहस…छात्रा ने हिम्मत दिखाकर बचाई अस्मत

Aqsa Fatima

વાસણ ચોર ગેંગ ઝડપાઈ, 29 તપેલા-15 કથળોટ જપ્ત

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More