Local Heading

વડોદરા – સાઈકલ ચાલકને મેમો ફટકારતા ટ્રાફિક પોલીસનો વિડીયો વાયરલ

વડોદરા – શહેરમાં છેલ્લા 48 કલાકથી એક અજીબો ગરીબ વિડીયો વાઈરલ થતા ભારે રમૂજ સર્જાયુ છે. વાત એવી છે કે, શહેરના ચકલી સર્કલ વિસ્તારમાં એક ટ્રાફિક પોલીસ સાઈકલ સવારને મેમો આપી રહ્યો છે તેવો વિડીયો વાઈરલ થયો છે.

ટ્રાફિક પોલીસ ક્યાં ગુના હેઠળ સાઈકલ સવારને દંડિત કરી રહ્યો છે તે જાણી શકાયુ નથી. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ વાહન ચાલકે હેલ્મેટ ના પહેરી હોય તો તેને મેમો આપતા હોય છે. તેવી જ રીતે ક્યારેક વાહન ચાલક પાસે પૂરતા કાગળો, પીયુસી અથવા લાયસન્સ ના હોય તો પણ તેને મેમો અથવા દંડ ફટકારતા હોય છે.

પરંતુ, સાઈકલ ચાલકના કેસમાં પીયુસી, લાયસન્સ અથવા હેલમેટની જરુર છે કે કેમ..તે સમજી શકાતુ નથી. અલબત્ત, વિડીયો રોડની બાજુની એક બિલ્ડીંગ પરથી ઉતારવામાં આવ્યો છે અને વિડીયો ઉતારતા વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરતાં પણ સંભળાય છે. તેઓ પણ હસતાં હસતાં વિડીયો લઈ રહ્યા છે અને આ ઘટના વડોદરાની જ છે તેવુ દર્શાવવા માટે ચકલી સર્કલનું લોકેશન પર દર્શાવી રહ્યા છે.

ખરેખર, આ વિડીયો સાચો કે નહીં તે તો તપાસનો વિષય છે પરંતુ, હાલમાં સાઈકલ ચાલકને મેમો ફટકારતા ટ્રાફિક પોલીસનો વિડીયો સોશિયલ મિડીયામાં ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે તે વાત સત્ય છે.


જોકે, વિડીયો વાઈરલ થતાં જ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા અને તેમણે તપાસ કરાવી હતી. જેમાં માલુમ પડ્યુ હતુ કે, હકીકતમાં ટ્રાફિક જમાદારે સાઈકલ ચાલકને નહીં પરંતુ, ટેમ્પો ચાલકને ફટકાર્યો હતો પરંતુ, ટેમ્પો ચાલક પાસે પૈસા ન હોવાથી તે પોતાના ઘરે જઈને પૈસા લઈ આવ્યો હતો. પૈસા લાવતી વખતે તેણે ટેમ્પોને બદલે સાઈકલની સવારી કરી હતી એટલે એવુ જણાતુ હતુ કે, ટ્રાફિક જમાદારે કોઈ સાઈકલ સવારને મેમો આપ્યો છે.

 

Related posts

ટીટોળીએ મારા બંગલાના બીજા માળે ઈંડા મુક્યા છે એટલે વરસાદ સારો થશે…!!

Alkesh Vyas

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત

Alkesh Vyas

23મીએ યોજાનારી મત ગણતરી માટે સરકારી કર્મચારીઓની કાર્ય શિબીર યોજાઈ

Alkesh Vyas

વેકેશનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસમાં પાયો મજબૂત કરવા શિક્ષકોનું સમયદાન

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More