Local Heading
અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો 2

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

વડોદરા – શહેર નજીકના અણખોલ ગામે આવેલી શ્યામલ ગ્રીન સોસાયટીના પ્રવેશદ્વાર ઉપર સિક્યુરીટી રજીસ્ટરમાં એન્ટ્રી પાડવા બાબતે તકરાર થતા ઝિબાબ્વેના વિદેશી યુવક અને તેના ત્રણ મિત્રોએ સોસાયટીના રહિશ ઉપર પથ્થર વડે હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દીધો હતો. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ચારે હુમલાખોરોની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, અણખોલ ગામે આવેલી શ્યામલગ્રીન સોસાયટીમાં રહેતા તન્મય કનુભાઈ તંબોળી ગઈકાલે રાત્રે સોસાયટીના ગેટ ઉપર ઉભો હતો. તે સમયે એક વિદેશી નાગરિક ત્યાં આવ્યો હતો અને સિક્યુરિટી રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા વિના જ જબરદસ્તી અંદર જતો રહ્યો હતો. થોડા સમય પછી તે પાછો આવતા તેને ગેટ ઉપર રોકવામાં આવ્યો હતો. જે દરમિયાન તે ઉશ્કેરાયો હતો અને તેણે પોતાના મિત્રોને બોલાવ્યા હતા. જેથી બીજા ત્રણ વિદેશી નાગરિકો ત્યાં આવ્યા હતા અને તન્મય ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચારે વિદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૂળ ઝિમ્બાબ્વેના ચારે નાગરિકો પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને શ્યામલ ગ્રીનના એક ભાડાના મકાનમાં રહે છે.

Related posts

फ्रेंच किस पड़ा पत्नी पर भारी, जीभ काटकर फरार हुआ पति

Shravani Pattnaik

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More