Local Heading
ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત 2

ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત

વડોદરા – ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાની કો-ઓપરેટિવ બેંકના કર્મચારીનું ઉત્તર કાશીમાં હ્દય રોગના હુમલાથી અવસાન થયુ હતુ. આ બનાવની જાણ થતાં તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. મૃતકના અંતિમ સંસ્કાર માટે તેમના પરિવારજનો હરદ્વાર જવા રવાના થયા છે.

શહેરના રાજમહેલ રોડના દયાળભાઉના ખાંચામાં રહેતા અને ભારત કો-ઓપરેટિવ બેંકમાં ફરજ બજાવતા જયેશભાઈ પટેલ તાજેતરમાં ખાનગી ટ્રાવેલ્સની ટુરમાં ચારધામ ગયા હતા. છેલ્લા બે દિવસમાં તેમણે ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા પતાવી હતી અને ત્યારપછી તેઓ ઉત્તર કાશી પહોંચ્યા હતા.

જ્યાં ગઈકાલે સાંજે તેઓ ચાલવા નીકળ્યા હતા. જે દરમિયાન તેમને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબિબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ દુઃખદ બનાવની જાણ વડોદરામાં તેમના પરિવારને કરવામાં આવી હતી. જેથી પરિવારજનોએ તેમની અંતિમક્રિયા હરદ્વારમાં જ કરવાનો નિર્ણય લીધો હતો અને તેઓ હરદ્વાર જવા રવાના થયા હતા.

Related posts

फ्रेंच किस पड़ा पत्नी पर भारी, जीभ काटकर फरार हुआ पति

Shravani Pattnaik

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More