Local Heading

મારા આડાસંબંધોની જાણ થતાં પતિ ઝઘડતો હતો એટલે મેં પ્રેમી સાથે મળીને તેને પતાવી દીધો…!

વડોદરા – શહેરના ન્યુ વીઆઈપી રોડ પર કારમાંથી કેરોસીનના વેપારીની લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે, કેરોસીનના વેપારીને ગળેટૂંપો દઈને તેમની હત્યા કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે મૃતક વેપારીની પત્નીની ફરિયાદને આધારે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી. જે દરમિયાન બહાર આવ્યુ હતુ કે, વેપારીની હત્યામાં તેની જ પત્નીની સંડોવણી છે. પોલીસે વેપારીની ખૂનના ગુનામાં તેની પત્ની તથા ભત્રીજાની ધરપકડ કરી છે. કહેવાય છે કે, પત્નીના લગ્નેતર સંબંધની જાણ વેપારીને થઈ ગઈ હતી અને એટલે જ બંને વચ્ચે ઝઘડા થતા હતા. આખરે, રોજરોજના ઝઘડાથી કંટાળીને પત્નીએ તેના પ્રેમી સાથે મળીને વેપારીનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. તક મળતાની સાથે તેણે પ્રેમી સાથે મળીને વેપારીના ગળે નાયલોનની દોરી નાંખી ટૂંપો દઈ દીધો હતો. ત્યારપછી વેપારીના મૃતદેહને તેની જ ગાડીની પાછળની સીટ પર મુકી દીધો હતો અને ગાડીને ન્યુ વીઆઈપી રોડની સાઈડમાં મુકી દીધી હતી. જતા પહેલા હત્યારાઓએ ગાડીના આગળના કાચ ખોલી નાંખ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ શરુ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી માહતી મળી હતી કે, મૂળ રાજસ્થાનના વતની અને વર્ષોથી વડોદરામાં સ્થાયી થયેલા કેરોસીનના વેપારી દાલચંદ ખટીકની લાશ બુધવારે ન્યુ વીઆઈપી રોડ પર પાર્ક કરાયેલી એક કારમાંથી મળી હતી. આ બનાવ અંગે ફોરેન્સીક નિષ્ણાતો અને પોસ્ટમાર્ટમ કરનારા ડોક્ટરોના અભિપ્રાયથી ખુલાસો થયો હતો કે, દાલચંદ ખટીકની ગળેટૂંપો દઈને હત્યા કરી દેવામાં આવી હતી.

જેથી પોલીસે મૃતકની પત્ની જશોદા ખટીકની ફરિયાદને આધારે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો શરુ કર્યા હતા. જે દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી કે, મૃતક દાલચંદના ભત્રીજા પ્રેમચંદ અને પત્ની જશોદા વચ્ચે પ્રેમસંબંધ છે. આ માહિતી મળતાની સાથે પોલીસે જશોદા અને પ્રેમચંદની ઉલટ તપાસ શરુ કરી હતી. જે દરમિયાન બંને ભાંગી પડ્યા હતા.

તેઓએ કબુલાત કરી હતી કે, પત્ની જશોદાના પ્રેમસંબંધ વિષે પતિ દાલચંદ ખટીકને જાણ થઈ ગઈ હતી. ત્યારપછી દાલચંદ તેની પત્ની સાથે જબરદસ્ત ઝઘડતો હતો અને ક્યારેક મારઝૂડ પણ કરતો હતો. જેથી કંટાળીને જશોદા અને પ્રેમી પ્રેમચંદ સાથે મળીને પતિનું કાસળ કાઢી નાંખવાની યોજના બનાવી હતી અને યોજના મુજબ, મોડીરાત્રે તેણે પતિના ગળેફાંસો આપીને તેની હત્યા કરી દીધી હતી. ત્યારપછી મળસ્કે તેની લાશને ગાડીની પાછળની સીટ ઉપર મુકી દીધી હતી અને ગાડી લઈને જશોદા તથા તેનો પ્રેમી ન્યુ વીઆઈપી રોડ ઉપર આવ્યા હતા. જ્યાં ગાડી સાઈડમાં પાર્ક કરીને તેઓએ તેના આગળના બંને કાચ ખોલી નાંખ્યા હતા અને ત્યારપછી તેઓ લાશ અને ગાડી ત્યાં જ છોડીને પલાયન થઈ ગયા હતા. પોલીસે બંનેની કબુલાતને આધારે પત્ની જશોદા તથા પ્રેમી પ્રેમચંદની ધરપકડ કરીને તેઓની વધુ પુછપરછ શરુ કરી છે.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More