Local Heading

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

વડોદરા – શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા એલઆઈજી ફ્લેટ પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરમાં રહેતા 30 વર્ષના એક ફોટોગ્રાફરે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે માંજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરુ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા એલઆઈજી ફ્લેટમાં રહેતા ફોટોગ્રાફર અમીત છગનભાઈ ચૌહાણે પોતાના ઘરમાં કોઈ કારણસર પંખા ઉપર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમીતના પરિવારમાં પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે. અમીત એક ઉમદા ફોટોગ્રાફર હતો અને તેણે જાપાનમાં યોજાયેલી ફોટો સ્પર્ધામાં ઘણી વખત ઈનામો પણ જીત્યાં હતા. પોલીસે તેના આપઘાતનું કારણ જાણવાના ચક્રોગતિમાન કર્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More