Local Heading

મહિલાએ અપરિણીત યુવકને પ્રેમમાં ફસાવીને કંઈ એવુ કર્યું કે, યુવકે ગળાફાંસો ખાઈ લીધો

વડોદરા – છ મહિના પહેલા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેનારા અપરિણીત યુવકના કપડામાંથી મળેલી પેન ડ્રાઈવને આધારે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, મરનાર યુવકને પાડોશી મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારપછી પરિણીતા પોતાના પતિ સાથે મળીને પ્રેમી યુવકને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતી હતી અને તેની પાસે પૈસા પડાવતી હતી. પરિણીતા અને તેનો પતિ મોજશોખ અને હરવા-ફરવા માટેનો ખર્ચો કાઢવા માટે પ્રેમી યુવકનો જાણે એટીએમ તરીકે ઉપયોગ કરતાં હતા. આખરે, આ ભેજાબાજ દંપતિની ચુંગાલમાં ફસાયેલા યુવકે હતાશ થઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે છ મહિના પછી માંજલપુરા પોલીસે ભેજાબાજ દંપતિ વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

માંજલપુર ગામમાં રહેતા અને કોર્પોરેશનમાં સફાઈ સેવક તરીકેનું કામ કરતા આશાબેન સોલંકીએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદમાં નોંધાવ્યુ હતુ કે, વર્ષ 2018ના અંતમાં તેમના અપરિણીત પુત્ર નયને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે, નયનના આપઘાતનું કારણ તે સમયે જાણવા મળ્યુ ન હતુ. થોડા દિવસો બાદ એક સંબંધી મારફતે તેમને જાણવા મળ્યુ હતુ કે, પાડોશમાં રહેતી એક મહિલાએ નયનને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને આ મહિલા પોતાના પતિ સાથે મળીને નયન પાસેથી પૈસા પડાવતી હતી.

જોકે, શરુઆતમાં આશાબેનને આ વાત પર ભરોસો પડતો ન હતો. પરંતુ, એક દિવસ તિજોરીમાં નયનના કપડા ચેક કરતી વખતે તેમને એક પેન ડ્રાઈવ મળી હતી. જેમાં નયન અને પાડોશી મહિલા વચ્ચેના પ્રેમસંબંધોનાં પુરાવા હતા. આખરે, તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, પાડોશી મહિલાએ નયનને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને ત્યારપછી પતિ સાથે મળીને નયન પાસે પૈસા પડાવતી હતી. પાડોશી દંપતિ નયનને ધમકી આપતા હતા કે, જો તુ પૈસા નહીં આપે તો તને સમાજમાં બદનામ કરી દઈશું. પાડોશી દંપતિ પોતાના મોજશોખ અને હરવા-ફરવા માટે નયન પાસેથી પૈસા પડાવતું હતુ. જેને લીધે નયન સતત ડિપ્રેશનમાં રહેતો હતો. આખરે, કંટાળીને નયને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઉપરોક્ત બનાવ અંગે માંજલપુર પોલીસે પાડોશી દંપતિ વિરુધ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

Related posts

પ્રચંડ કડાકા સાથે વિજળી પડતાં 120 ઘેટાં-બકરાના મોત

Alkesh Vyas

પ્લાસ્ટિકના કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી

Alkesh Vyas

ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ રેલવેમાં નોકરીનું તરકટ – રેલવેના અધિકારીઓનો સ્વાંગ રચીને સેંકડો યુવકોને છેતર્યાં

Alkesh Vyas

सावधान! बस एक क्लिक और आपके लाखों रुपए छूमंतर

Deepanshi

29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Alkesh Vyas

तेज रफ्तार का कहर, ट्रक की टक्कर में महिला की मौत

Srajit Awasthi

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More