Local Heading

બળાત્કાર ગુજારીને ભાણીને ગર્ભવતિ બનાવનારા સગા મામાના બે દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા – સગી ભાણીનું શારિરીક શોષણ કરીને તેને ગર્ભવતિ બનાવનારા મામાને વારસિયા પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે. પોલીસે આરોપી મામાની વધુ પુછપરછ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના કિસનવાડી વિસ્તારમાં મામાએ સગી ભાણી ઉપર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતિ બનાવી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ભાણીના પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે દવાખાને લઈ જવાઈ હતી. જ્યાં તે ગર્ભવતિ હોવાનો ખુલાસો થયો હતો. આ ખુલાસા બાદ ભાણીએ કબુલાત કરી હતી કે, તેના જ મામાએ તેની ઉપર જબરદસ્તી દુષ્કર્મ કર્યું હતુ.

આ બનાવ અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરીને હવસખોર મામાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપીનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો છે. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? તેની તપાસ પણ કરવાની છે. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

पाक की नापाक हरकत, भेज रहा है भारत में नशा

Rahul Kumar

दहेजलोभी IPS का भांडाफोड़

Rahul Kumar

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More